મોરબીના શિવસેવક ગૃપ રવાપર રોડના યુવાનો દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન

0
27
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીમાં શિવસેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે તમામ સુવિધાથી સજ્જ તારીખ 13/09/2025 થી 4 દિવસ માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે.

નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શિવસેવક ગ્રુપ દ્વારા સૂરજબારી પુલ પાસે કેમ્પ યોજવામાં આવે છે. શિવસેવક ગ્રુપ 2012 થી કેમ્પનું આયોજન કરે છે.આ કેમ્પમાં અંદાજે 65 જેટલા યુવાનો અને વૃદ્ધ સેવા આપવા માટે આવે છે. આ કેમ્પમાં દેશભક્તિના બેનર અને સામાજિક સંદેશા આપતા બેનર લગાવામાં આવે છે.આ કેમ્પમાં 24 કલાક ચા–નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે.તેમજ યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા પણ રાખેલ છે.આ કેમ્પ 24 કલાક ચાલુ હોય છે.આ કેમ્પમાં રોજ અંદાજે 1500 લોકો પ્રસાદનો લાભ લે છે. આ કેમ્પમા સિક્યુરીટીના હેતુથી cctv કેમેરા મુકવામાં પણ આવે છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/