મોરબી જીઆઇડીસી પાસેના મિડવે એમ્પાયર બિલ્ડીંગને અંતે સિલ હટાવીને ખોલી દેવાયું

0
11
/
તાજેતરમા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય : બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો
મોરબી : હાલ મોરબી મહાનગરપાલિકાએ સિલ કરેલા મિડવે એમ્પાયર બિલ્ડીંગને ગઈકાલે સાંજે સિલ હટાવીને ખોલી દેવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ અને પાણી જાહેરમાં ન છોડવાની લેખિત બાહેંધરી લેવાય છે. બીજી તરફ બિલ્ડીંગ ખુલતા ઓફિસ ધારકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં શનાળા રોડ ઉપર જીઆઇડીસી પાસે આવેલ મિડવે એમ્પાયર બિલ્ડીંગ જે 4 માળનું છે. અહીં અંદાજે 168 જેટલી ઓફિસો અને દુકાનો આવેલી છે. આ આખું બિલ્ડીંગ તા.11ના રોજ મહાપાલિકા દ્વારા સિલ મારવામાં આવ્યું હતું. આ બિલ્ડીંગના સેલરમાં ભરાયેલા પાણીનો કન્યા છાત્રાલય તથા શનાળા રોડ ઉપર નિકાલ કરવામાં આવતા સામાન્ય લોકોને હાલાકી પડી રહી હતી. જેથી અગાઉ આ બિલ્ડીંગને નોટિસો આપ્યા બાદ બિલ્ડીંગને સિલ મારવામાં આવ્યું હતું.
આ મામલે ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે બિલ્ડીંગના ઓફિસ ધારકો અહીં રજુઆત કરવા આવ્યા હતા. ગઈકાલે બિલ્ડર્સ પાસેથી રૂ.50 હજારનો દંડ લેવામાં આવ્યો છે. અને હવે પાણી છોડશે નહિ તેવી લેખિત બાહેંધરી પણ લીધી છે. બિલ્ડીંગના સેલરમાં હજુ પાણી ભરેલું છે તેનું સિલ યથાવત રાખવામાં આવ્યું છે. મોટર જપ્ત કરી લેવાય છે. જ્યાં સુધી યોગ્ય વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી સેલરનું સિલ ખોલાશે નહિ.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/