ચેક રીર્ટન કેસમાં ટંકારા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ૮ લાખનો દંડ ફટકાર્યા.

0
1
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ફરીયાદીની ફરીયાદની ટુંકમાં હકીકત એવી છે કે, ફરીયાદી વલ્લભભાઈ વામજા લજાઈ ખાતે જોગ આશ્રમે સેવા આપતા અને ત્યાં આરોપી કયવના શાહ ત્યા બાજુમાં કલબ-૩૬ માં સ્પાનું સંચાલન કરતા જેથી ચાની દુકાને આરોપી કયવના શાહ અને ફરિયાદી વલ્લભભાઈ વામજા મળતા હોય બંને એકબીજાને ઓળખતા અને સંપર્કમાં આવેલા બંને એકબીજાને સારી રીતે ઓળખતા થયેલ. આરોપી કયવના શાહને અંગત જરુરીયાત માટે પૈસાની જરૂર પડેલ જેથી આરોપીએ ફરીયાદી વલ્લભભાઈ વામજા પાસે પૈસા માંગેલા જેથી ફરીયાદીએ તા. ૨૫/૦૮/૨૦૨૨ ના રોજ રૂા. ૪,૦૦,૦૦૦/- હાથ ઉછીના વગર વ્યાજે આરોપીને આપેલ. અને આ રકમ ૫૦ હજાર ના આઠ હપ્તામાં પરત આપવાનું આરોપી કહેલ અને તે મતલબનો આરોપીએ ફરીયાદી વલ્લભભાઈ વામજાને ચેક આપેલ. ફરીયાદીએ આરોપીને રકમ આપ્યા બાદ રકમ માંગતા આરોપી આપતા ન હોય અને પૈસા પાછા માંગશો તો ખોટા વ્યાજવટાના કેસમાં ફીટ કરવાની ફરીયાદીને આરોપીએ ધમકી આપેલ. ત્યારબાદ ફરીયાદીએ આ કામના આરોપીને ચેક રીર્ટન થયાની વકીલશ્રી મારફત નોટીસ મોકલેલ છતા આરોપી એ નોટીસનો કોઈ જવાબ આપેલ નહી કે રકમ પરત કરવાની કોઈ દરકાર લીધેલ નહી. જેથી ફરીયાદી ધ્વારા આ કામના આરોપી વિરુધ્ધ વટાઉખત અધિનિયમની કલમ- ૧૩૮ મુજબ ન્યાયીક કાર્યવાહી અર્થે તેમના વકીલશ્રી હીતેશ એ. પરમાર મારફત ટંકારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવેલ.

 

સદરહુ કેસ ટંકારાના મહે. જયુડી. મેજી. ફ. ક. સાહેબની કોર્ટમાં ચાલતા આરોપી વીરુધ્ધ સમન્સ ઈસ્યુ કરેલ જેથી આરોપી તેમના વકીલશ્રી મારફત કોર્ટમાં હાજર રહેતા અને કોર્ટ કાર્યવાહી ચલાવેલ અને નામ. કોર્ટ દવારા ફરીયાદ પક્ષનો પુરાવો નોંધેલ બાદમાં આરોપી ના વકીલ છૂટા થાય ગયેલ ત્યારબાદ સદરહુ કામે દલીલ કરવામાં આવેલ અને બાદમાં ફરીયાદ પક્ષના વકીલશ્રી હીતેશ એ. પરમારનાઓની દલીલ માન્ય રાખી અને સાધનીક રેકર્ડ વંચાણે લઈ આરોપી કયવના શાંતીલાલ શાહનાઓને ફોજદારી કાર્યવાહીના કાયદા, ૧૯૭૩ ની કલમ મુજબ વિવાદીત ચેકની બમણી રકમ રૂા. ૮,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા આઠ લાખ પુરા) ફરીયાદીને ફરીયાદ દાખલ કર્યા તારીખથી વાર્ષીક ૯ ટકા સાદા વ્યાજ સહિત વળતર પેટે દીન-૬૦ માં ચુકવી આપવા હુકમ ફરમાવેલ અને આ વળતરની રકમ ચુકવવામાં આરોપી કશુર કરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવવામાં આવેલ છે. આ કામમાં ફરીયાદ પક્ષ તરફે ટંકારા તાલુકાના યુવા વકીલશ્રી હીતેશ એ. પરમાર રોકાયેલા હતા અને સાથે યુવા વકીલશ્રી પીન્ટુ ડી. પરમાર હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/