દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી જિલ્લા વકીલ મંડળના સિનિયર એડવોકેટ તથા પૂર્વ પ્રમુખ એડ. દિલીપભાઈ અગેચાણીયા દ્વારા ચીફ જસ્ટિસ સાહેબને વિશેષ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્વાગત સમારોહમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસશ્રી, જસ્ટિસ અમલ્લુના સાહેબ, એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા, ભારતના કાનૂન મંત્રી શ્રી અર્જુન મેઘવાલ, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેનશ્રી મનન કુમાર મિશ્રા, વાઈસ ચેરમેન શ્રી દિલીપ પટેલ, ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે.જે. પટેલ તેમજ દેશની તમામ રાજ્ય બાર કાઉન્સિલોના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મોરબી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનું ગૌરવ વધારનાર એડવોકેટ “દિલીપભાઈ આગેચનિયા” દ્વારા કરાયેલ આ વિશિષ્ટ સન્માન સર્વત્ર પ્રશંસનીય બન્યું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide




















