સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી
વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં પ્રતિ કલાકે 8500 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને ડેમની સપાટી વધુ એક ફૂટ વધી છે. અત્યાર સુધીમાં આ ડેમમાં કુલ બે ફૂટ નવું પાણી આવ્યું છે. એ સાથે જ આ ડેમની સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે.ચોટીલા અને કુવાડવા પંથકમાં ભારે વરસાદ થવાથી વાંકાનેરવાસીઓને મોટો ફાયદો થયો છે. જેમાં આ ઉપરવાસના ભારે વરસાદ થવાથી એ પાણી વાંકાનેરના મચ્છુ ડેમ-1 ડેમમાં ઠલવાઈ રહ્યું છે. આજ સવારથી મચ્છુ-1 ડેમમાં પ્રતિ કલાકે 5 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. જેમાં હવે વધારો થતાં મચ્છુ -1ડેમમાં પ્રતિ કલાકે 8500 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ થઈ છે. એ સાથે જ આ ડેમની સપાટી વધુ એક ફૂટ વધી છે. જોકે પહેલા ડેમમાં 23 ફૂટ પાણી હતું ત્યારે ઉપરવાસના વરસાદથી આ ડેમમાં અત્યાર સુધીમાં બે ફૂટ પાણી આવતા હાલ આ ડેમમાં પાણીની સપાટી 25 ફૂટે પહોંચી ગઈ છે. અને હજુ પાણીની સતત આવક ચાલુ હોવાથી ડેમમાં પાણીની સપાટી વધવાની સંભાવના છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.