બાળકીઓના જીવ બચાવનારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું એસપીએ કર્યું સન્માન

0
143
/

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે ગત શનિવારે વરસાદી પાણીના કારણે આવેલા પુરમાં ફસાયેલા નાની બાળકીઓ સહિતના પરિવારજનોને બચાવવા માટેની પોલીસ જવાનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પૃથ્વી સિંહ જાડેજા દ્વારા તેઓના ખભા ઉપર બે નાની બાળકીઓને બેસાડીને ધસમસતા પાણીના પૂરની વચ્ચેથી બહાર કાઢીને તેમના જીવ બચાવવામાં આવ્યા હતા જેથી આ કામગીરીની દેશના ઉપરાષ્ટ્રપતિ રાજ્યના મુખ્યમંત્રી સહિતના હોદ્દેદારો દ્વારા નોંધ લેવામાં આવી છે ત્યારે આજરોજ મોરબી જિલ્લા એસપી ડો.કરનરાજ વાઘેલા દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજા ને પ્રશંસાપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓની અંદર ખૂબ ભારે વરસાદ પડવાથી ઘણી જગ્યાએ લોકો વરસાદી પૂરના પાણીમાં ફસાયા હતા અને આ સમયે પોલીસ જવાનો દ્વારા તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા લોકોના જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને જે કામગીરી કરવામાં આવી હતી તેની ચોતરફ થઈ રહી છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ગત શનિવારે ૧૫ ઇંચ જેટલો વરસાદ પડયો હતો જેથી કરીને કેટલાક ગામો અને વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતા ત્યારે ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામે કાંગસિયા પરિવારના કુલ મળીને ૪૨ જેટલા લોકો પાણીમાં ફસાયા હતા જેનો મેસેજ ટંકારા પોલીસને મળતાની સાથે જ તમામ જવાનો લોકોના જીવ બચાવવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા ત્યારે ટંકારા પોલીસના જવાન પૃથ્વીસિંહ જાડેજા દ્વારા બે દિકરીઓને પોતાના ખભ્ભા ઉપર બેસાડીને પાણીની બહાર કાઢવામાં આવી હતી જે વિડીયો અને ફોટો સોશય્લ મીડિયામાં વાયરલ થયો હતો જેથી કરીને પોલીસની આ કામગીરીની ઠેરઠેર પ્રશંસા કરવામાં આવી હતી

આટલું જ નહિ દેશના ઉપર રાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ દ્વારા તેમના સોશ્યલ મીડિયાના એકાઉન્ટમાં પૃથ્વીસિંહ જાડેજાના ફોટો વિડીયો શેર કરીને અભિનંદન આપ્યા છે તેવામાં આજે મોરબી જીલ્લા એસપી ડો.કરનરાજ વાઘેલા દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાને પ્રશંસાપત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/