એ-ડીવીઝન ખાતે બે માજી કાઉન્સીલર સામે નોંધાઈ ફરિયાદ: એટ્રોસિટી, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ નોંધાયો ગુનો
મોરબી શહેરના માધાપર વિસ્તારની અંદર ગટર સફાઈની કામગીરી પાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે પાલિકાના બે માજી કાઉન્સીલર દ્વારા પાલિકાના સ્ટેશન વિભાગના ઝોન ઇનચાર્જ સાથે બોલાચાલી કરીને તેઓને લોકોની હાજરીમાં ફડાકા ઝીંકી દેવામાં આવ્યા હતા અને જાતિ પરથી આપવાની કરવામાં આવ્યા હતા જેથી કરીને હાલમાં આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબી નગરપાલિકાના બે માજી કાઉન્સીલરની સામે ફરિયાદ નોંધાયેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના હરિજનવાસમાં શેરી નંબર ૫ માં રહેતા અને પાલિકાના સેનિટેશન વિભાગમાં ઝોન ઇનચાર્જ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા ગઈકાલે તેના માણસોને સાથે રાખીને શહેરના માધાપર વિસ્તારની અંદર કપિલા ચોક થી લઈને છેવાળા સુધી ગટર સફાઈ માટેની કામગીરી કરી રહ્યા હતા ત્યારે માધાપર વિસ્તારના બે માજી કાઉન્સીલર ધર્મેન્દ્રભાઈ કણજારીયા અને અનિલભાઈ હડીયલ આવ્યા હતા અને ગટરની સાફ સફાઈ બાબતે આ બંને માજી કાઉન્સિલ દ્વારા પાલિકાના કર્મચારી સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને ત્યારે માજી કાઉન્સીલર અનિલભાઈ દ્વારા રમેશભાઇ મકવાણાને ફડાકો મારવામાં આવ્યો હતો એટલું જ નહીં તેમને જાતિ પરથી પણ અપમાનિત કરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી દેવામાં આવી હતી માટે પાલિકાના કર્મચારી દ્વારા હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને માજી કાઉન્સીલરની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ફાઈલ તસ્વીર
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide