“કલેક્ટર તરીકે સિલેક્ટ થયો છું, કરોડોના ગવર્મેન્ટ કોન્ટ્રાક અપાવીશ” કહીને મોરબીના ડોક્ટરે વેપારીને 13.60 કરોડનો ધુંબો માર્યો

    0
    394
    /

    મોરબીના ડોકટર સહિતના પાંચ શખ્સોએ વેપારીને વિશ્વાસમાં લઈ 13.60 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ

    મોરબી : મોરબીમાં ડેન્ટલ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા ડોકટરે અન્ય ચાર જેટલા શખ્સોએ સાથે મળીને ખોટી લાલચ આપી એક વેપારીને વિશ્વાસમાં લઈને ૧૩.૬૦ કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર મચી ગઈ છે. આ બનાવ સંદભે મોરબી એ. ડીવીઝન પોલીસે છેતરપીંડી, આઈ.ટી. એકટ સહીત કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીમાં આવેલ શુભ ડેન્ટલ કલીનીકના ડો.વસંત કેશુભાઈ ભોજવિયા (રહે.મૂળ ખાખરેચી જી.મોરબી તથા અમદાવાદ), પ્રદીપકુમાર કારેલીયા (રહે.મૂળ જેતપુર તા.ગોંડલ, તથા દિલ્હી), જયેશ ઉર્ફે રોહિત સોલંકી, (ફાઈનાન્સના અધિકારી તરીકે ઓળખાવેલ વ્યક્તિ), રચના સિંધ તથા તપાસમાં ખુલે તે સાથે મળીને ફરિયાદી વિજયભાઈ નાથાભાઈ ગોપાણી (ઉ.૪૪) રહે- ઉમિયાનગર, દ્રારકેશ એપાર્ટમેન્ટ વાળા સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી અગાઉથી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી વિજયભાઈને વિશ્વાસમાં લઇ અલગ અલગ પ્રકારે લાલચ આપી, જેમાં આરોપી ડો.વસંત કેશુભાઈ ભોજવિયા પોતે આઈ.એ.એસ. (કલેકટર)માં પાસ થઇ ગયેલ હોય અને રૂપિયાની જરૂરિયાત હોય જે બહાના હેઠળ કટકે કટકે પ્રથમ રૂપિયા ૩૦ લાખ રોકડા તથા આરોપી પ્રદીપકુમાર કારેલીયાની સસરા તરીકે ઓળખ આપી તેની સાથે મળી ફરિયાદી વિજયભાઈને અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના નામથી રૂ.૮૦૦થી ૧૦૦૦ કરોડ રૂપિયાનો દસ વર્ષ માટે કોન્ટ્રકટ કામ અપાવવાની લાલચ આપી “અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા”ના અશોક સ્થંભના લોગો વાળા ટ્રેડર્સ પેપર તથા એગ્રીમેન્ટ પેપર “સીપ્રા સિરામિક પ્રાઈવેટ લીમીટેડ” મોરબીના નામના તૈયાર કરાવડાવી આરોપી જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ફરિયાદી વિજયભાઈની સહીઓ મેળવી અલગ અલગ રીતે આરોપી ડો.વસંત ભોજવિયા, પ્રદીપકુમાર કરોલીયા અને જયેશ ઉર્ફે રોહિત સોલંકીએ ગત તા.૧૫-૦૯-૨૦૧૯થી આજ દિન સુધી તારીખ, સમય અને જગ્યાએથી કુલ મળી રૂપિયા ૧૩,૬૦,૦૦૦,૦૦ (તેર કરોડ સાઈઠ લાખ) બદઈરાદાથી મેળવી ઉપર મુજબ કોન્ટ્રાક્ટ નહિ આપી તથા આરોપી ફાઈનાન્સના અધિકારી તરીકે આરોપી ડો.વસંત ભોજવિયાએ ફરિયાદીને ઓળખાણ કરાવી જેણે ફરિયાદી વિજયભાઈને રૂપિયા ૩.૮૦ કરોડનું ડી.ડી. બતાવી વિશ્વાસમાં લઇ તેમજ આરોપી રચના સિંધએ એસ.બી.આઈ. બેંકના કર્મચારી તરીકે ઓળખ આપી ડી.ડી. કન્ફર્મેશન થઇ ગયેલ હોવાની ખોટી માહિતી આપી તેમજ આરોપી ડો.વસંત ભોજવિયાએ ડી.ડી.માં રૂપિયા ૯ કરોડ દર્શાવી તે ડી.ડી. એક્સિસ બેંકમાં રૂપિયા ૯૦૦નો જ હોય એ જાણતા હોવા છતાં ડી.ડી. રૂપિયા ૯ કરોડ હોવાનું વોટ્સઅપ કરી મોકલેલ હોય જેથી આ કામના આરોપીઓએ અગાઉથી સાથે મળી ગુનાહિત કાવતરું રચી ફરિયાદી વિજયભાઈ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના ઈરાદાથી ખોટા ડી.ડી. રૂપી બનાવટી દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી તેમજ ઈલેક્ટ્રોનિક રેકર્ડ ઉભું કરી ફરિયાદી વિજયભાઈ તથા સાહેદના મોબાઈલ વોટ્સઅપ પર મોકલી જે ડી.ડી. ખોટું હોવાનું જાણવા છતાં ખરા તરીકે ઉપયોગ કર્યા હોવાની ફરિયાદ વિજયભાઈ ગોપાણીએ મોરબી એ. ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે. મોરબી એ.ડીવી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

    મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

    ફેસબુક પેજ:-

    https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

     યુ ટ્યુબ ચેનલ :-

    https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

     ટ્વિટર:-

     https://twitter.com/thepressofindia

     ઇન્સ્ટાગ્રામ:-

    https://www.instagram.com/thepressofindia/?hl=en 

     વ્હોટ્સએપ ગૃપ :-

    https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /