નવું એન્જીન મંગાવીને જોઇન્ટ કરવા છતાં ટ્રેન ચાલુ ન થવાથી મુસાફરો રઝળી પડ્યા
મોરબી : મોરબીથી સાંજે છ વાગ્યે રાજકોટ જવા ઉપડેલી મોરબી રાજકોટ ડેમુ ટ્રેન અચાનક મકનસર ગામે બંધ પડી ગઈ હતી.જોકે નવું એન્જીન મંગવીને જોઈન્ટ કરવા છતાં ટ્રેન ચાલુ ન થતા અનેક મુસાફરો રઝળી પડ્યા હતા.છેલ્લે મળતી જાણકારી પ્રમાણે રાત્રીના નવ વાગ્યા સુધી અનેક મુસાફરો મકનસર પસે અટવાયેલા રહ્યા હતા.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીથી સાંજે છ વાગ્યાની આસપાસ મોરબી રાજકોટ ડેમુ ટ્રેન રાજકોટ જવા રવાના થઈ હતી અને આ ડેમુ ટ્રેન મકનસર પહોંચતા જ યાંત્રિક ખામીના કારણે બંધ પડી ગઈ હતી.આથી મોરબીથી મહિલા અને બાળકો સાથે રાજકોટ જવા નીકળેલા અનેક મુસાફરો અધવચ્ચે જ ફસાઈ ગયા હતા.બાદમાં રેલવે તંત્ર દ્વારા નવું એન્જીન માંગવાની આ ટ્રેન સાથે જોઈન્ટ કરીને ટ્રેન ચાલુ કરવાની કોશિશ કરાઈ હતી.પણ ડેમુ ટ્રેન ઉપડી જ ન હતી.આ અંગે આ ડેમુ ટ્રેનમાં બેસીને મોરબીથી રાજકોટ જવા નીકળેલા મોરબીના એક એડવોકેટે જણાવ્યું હતું કે,મોરબી રાજકોટ ડેમુ ટ્રેન આજ સાંજના 6-30 વાગ્યાની આસપાસ બંધ પડી ગયા બાદ ફરી ચાલુ જ થઈ ન હતી.તેથી અનેક બાળકો અને મહિલાઓ સહિતના લોકો હેરાન થયા હતા.છેલ્લે 9 વાગ્યા સુધી મુસાફરો મકનસર પાસે અટવાયેલા રહ્યા હતા.બાદ અમુક મુસાફરો થાકી હારીને પોતાની રીતે ખાનગી વાહનની સગવડ કરીને રાજકોટ જવા નીકળી ગયા હતા.પણ સળંગ ચારથી વધુ કલાક સુધી અટવાઈ જતા અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide