મોરબી પાલિકા કચેરીએ રોષે ભરાયેલા સ્થાનિકો રાતના સમયે ખુટિયાનો મૃતદેહ મૂકી ગયા!

0
107
/
બે દિવસ થયા છતાં ખુટિયાનો મૃતદેહ લેવા પાલિકાનું વાહન ન આવતા સ્થાનિકો જાતે લારીમા ખુટિયાનો મૃતદેહ લઈને કચેરીએ પહોચ્યા

મોરબી : મોરબીની પખાલી શેરીમાં બે દિવસ પૂર્વે ખુટિયાનું મોત નીપજ્યું હોય તેનો મૃતદેહ લેવા માટે પાલિકાએ કોઈ તસ્દી ન લીધી હોવાથી અંતે રોષે ભરાયેલા સ્થાનિકો ખુટિયાનો મૃતદેહ લારીમાં લઈને પાલિકા કચેરીએ મૂકી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

મોરબીની પખાલી શેરીમાં રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓના વિસ્તારમાં બે દિવસ પૂર્વે ખુટીયાનું મોત નીપજ્યું હતું. આ બે દિવસ દરમિયાન પાલિકાનું કોઈ વાહન મૃતદેહ લેવા આવ્યું ન હતું. ત્યારે આજ રોજ પાલિકાના એક કર્મચારી સાથે વાતચીત થયા બાદ તેને મૃતદેહ લઈ જવાનું કહ્યું હતું. પરંતુ બાદમાં ટ્રેકટર શેરીમાં આવશે નહિ તેવું બહાનું ધરી દેવામાં આવ્યું હતું. પછી એવું નક્કી કરવામાં આવ્યું કે સ્થાનિકો લારી વડે ખુટિયાના મૃતદેહને ગ્રીન ચોક સુધી લઈ આવે બાદમાં પાલિકાના વાહનમાં આ મૃતદેહને લઈ જવામાં આવશે.

નક્કી થયા પ્રમાણે સ્થાનિકો ખુટિયાના મૃતદેહને લારીમાં નાખીને ગ્રીન ચોકમાં લઈ તો આવ્યા પરંતુ પાલિકાના કર્મચારીએ પહેલા ત્રણ થી ચાર વાર ફોન ઉપાડીને આવું જ છું એમ કહ્યું અને બાદમાં મોબાઈલ બંધ કરી દીધો હતો. જૅથી રોષે ભરાયેલા સ્થાનિકો લારીમાં ખુટિયાનો મૃતદેહ લઈને પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. જે વાતની જાણ થતા જ પાલિકાના કર્મચારીઓમાં દોડાદોડી થઈ ગઈ હતી. અને તુરંત જ વાહન લઈને પાલિકા કચેરીએ દોડી આવ્યા હતા.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/