હળવદ : કીચડના રગડા જેવું પાણી લોકોના ઘરે પહોંચાડે છે પાલિકા

0
79
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

શહેરના જુદા જુદા વિસ્તારોમાં અપાતા દૂષિત પાણીથી લોકો ત્રાસી ગયા છે : હાથ પણ ન ધોવાય તેવું દૂષિત પાણી પાલિકા પીવા માટે આપે છે.!

હળવદ : હળવદ શહેરમાં લોકોની સુખાકારીમાં સદંતર નિષ્ફળ નિવડેલી પાલિકા છેલ્લા ૧૫ દિવસથી શહેરમાં દૂષિત પાણી વિતરણ કરતી હોય જેના કારણે રોગચાળામાં સતત ને સતત વધારો થતો જોવા મળી રહ્યો છે પાલિકા દ્વારા વિતરણ કરાતું પાણી એટલી હદે દૂષિત છે કે નળમાંથી કિચડ બહાર આવતું હોય તેવા રંગમાં દૂષિત પાણી લોકોના ઘર સુધી પહોંચી રહ્યું છે તેમ છતાં પણ હજુ પાલિકા તંત્ર દ્વારા કાંઈ જ કરવામાં આવતું ન હોય જેના કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાઈ જતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે આ ગંદકી હટાવવા ની જવાબદારી જેની બને છે તે પાલિકા તંત્ર જાણે નીંભર બની ગયું હોય તેમ લોકોની સમસ્યાને ધ્યાને ન આપતી હોવાને કારણે રોગચાળાએ પણ શહેરમાં અજગર ભરડો લીધો છે જેના કારણે શહેરની તમામ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે

શહેરીજનોના જણાવ્યા પ્રમાણે પાલિકા દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે તે એટલી હદે દૂષિત છે કે કીચડના રગડા જેવું પાણી નળમાંથી બહાર આવે છે જે પાણી પીવા માટે તો શું હાથ ધોવા માટે પણ યોગ્ય નથી આવું પાણી છેલ્લા પંદર દિવસથી આપવામાં આવી રહ્યું છે આ મામલે જો રજૂઆત કરીએ તો કોઈ યોગ્ય જવાબ મળતો નથી જેથી આવા સમયે શહેરીજનો ને નાછૂટકે પીવા માટે પાણીની બોટલો મંગાવી રહ્યા છે તેમજ વાપરવા માટે પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે તો બીજી તરફ જે લોકો ગરીબ છે તે લોકો પાણી ખરીદી શકતા નથી જેથી તેઓ આ કીચડ વાળું દૂષિત પાણીજ પીવામાં ઉપયોગ કરે છે ત્યારે હાલ તો પાલિકાની બેદરકારીને કારણે શહેરમાં રોગચાળો પણ વકર્યો છે

ત્યારે હાલ તો શહેરીજનોને પાલિકા દ્વારા વહેલી તકે પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડે તેમજ શહેરના અનેક વિસ્તારોમાં જામેલી ગંદકી દૂર કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
 યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
 ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
 ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
 વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/