અત્યાર સુધીમાં 29 ટ્રેનોમાં 45 હજાર શ્રમિકોને સલામત રીતે તેમના વતન પહોંચાડવામાં આવ્યા
મોરબી : મોરબીમાં લોકડાઉનમાં ફસાયેલા હજારો શ્રમિકોને વતન હેમખેમ પહોંચડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સહયોગથી મોરબીથી બહારના રાજ્યોમાં ખાસ ટ્રેનો દોડાવવામાં આવી છે.જેમાં આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા રવાના થશે.મોરબીથી શ્રમિકોને લઈને આજે રાત્રે ટ્રેન ઓરિસ્સા જશે.
મોરબીમાં બહાર રાજ્યોનો હજારો શ્રમિકો પરિવારો સાથે રોજીરોટી મેળવે છે.ત્યારે લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને તેમને વતન જવાની સરકારે છૂટ આપ્યા બાદ જિલ્લા વહીવટી તંત્ર અને સીરામીક એસો.ના સક્રિય પ્રયાસોથી મોરબીથી બહારના રાજ્યોમાં સમયાંતરે ખાસ ટ્રેનો દોડવામાં આવી છે.જેમાં અત્યાર સુધીમાં મોરબીથી યુપી બિહાર સહિતના રાજ્યોમાં 29 ટ્રેનો દોડાવવામાં આવી હતી અને 45 હજાર શ્રમિકોને સલામત રીતે ટ્રેનોમાં તેમના વતન પહોંચડાવામાં આવ્યા હતા.શ્રમિકોને વતન પહોંચડાવવા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર,પોલીસ તંત્ર,રેલવે તંત્ર , આરએસએસ, સહિતની સામાજિક અને સેવાભાવી સંસ્થાઓએ જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી હતી.ત્યારે આજે રાત્રે છેલ્લી ટ્રેન ઓરિસ્સા જવા ઉપડશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide