મોરબી : મોરબી તાલુકાના ઈન્દીરાનગર ગામમાં રહેતા સાગઠીયા જગદીશભાઈ માવજીભાઈએ ઇન્દિરાનગર ગામના વિકાસ માટે કલેક્ટર, મહેન્દ્રનગર ગ્રામ પંચાયત, તાલુકા વિકાસ અધિકારી તથા મામલતદારને એક પત્ર લખ્યો છે.
તેઓએ આ પત્રમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના મહેન્દ્રનગરમાં ઈન્દીરાનગર-1 અને ઈન્દીરાનગર-2 આવેલ છે. જે મહેન્દ્રનગરનાં પેટા વિસ્તારમાં આવેલ છે. હાલ સુધી ઈન્દીરાનગરનો કોઈ મેઈન રસ્તો નથી. ચોમાસા દરમ્યાન ઘણી જગ્યા પર પાણીનો નિકાલ નથી. ઘણીવાર એવું પણ બન્યું છે કે ચોમાસા દરમ્યાન ઈમરજન્સીમાં 108ને પણ પાછું જવું પડયું છે. મેઈન રસ્તો કે સ્ટ્રીટ લાઈટનું કોઈ ઠેકાણું નથી. ચોમાસા દરમ્યાન પાણીનો નિકાલ થતો નથી. એનું કારણ છે કે અહી આર્થિક રીતે અસક્ષમ હોય તેવા લોકો રહે છે. જે કોઈને કહી શકતા નથી. માત્ર પોતાની મજબુરીથી ગામમાં રહે છે. તેવી સ્થિતી છે.
વધુમાં, તેઓએ જણાવ્યું છે કે મારૂં બસ એટલું જ કહેવાનું છે કે હું કોઈ પક્ષનો માણસ નથી. હું મારા ગામનો વિકાસ જોવા માંગુ છું. તેઓએ ઈન્દીરાનગરની અન્ય ગામ સાથે સરખામણી કરવાનું જણાવી ગ્રામીણ વિસ્તારમાં આવતાં ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરી છે કે જયારે 2થી 5 ઈંચ વરસાદ પડે ત્યારે આ વિસ્તારની મુલાકાત લે અને જુએ કે આ વિસ્તારની હાલત શું છે? જે તકલીફ છે તેનો યોગ્ય નિકાલ કાઢી આપવા તથા કોઈપણ રીતે ગામનો વિકાસ થાય તેવા પ્રયત્ન કરવાની અપીલ કરી છે. ખાસ કરીને ઈન્દીરાનગર વિસ્તારમાં થોડોક જ વરસાદ પડવાથી જે ગંદકી થાય છે. તેનાથી રોગચાળો ફાટી નીકળવાનો ભય રહે છે. જેથી, આ ગંદકીનો તાત્કાલીક નિકાલ થાય તેવી અરજી કરી છે.
આ ઉપરાંત, તેઓએ પત્રમાં નોંધ કરી છે કે સર્વે ઉચ્ચ અધિકારીઓ ગામમાં ઈન્દીરાનગર-1 અને ઈન્દીરાનગર-2માં જે જરૂરીયાત મુજબની સગવડ જેવી કે મેઈન રસ્તો, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર, ઘર-વપરાશ માટે પાણી જેવી જીવન જરૂરીયાત મુજબની સગવડ આપવા અને નીતિ-નિયમો મુજબ વેરો ભરવા સહમતી દર્શાવી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide