વાંકાનેરમાં રાત્રીના વરસેલ વરસાદને પગલે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

0
17
/

વાંકાનેરમાં નજીવા વરસાદે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી સર્જાઇ હતી અંને  વીજ તંત્ર ની પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.

ગત સાંજે થોડી વાર માટે આવેલ વરસાદ ને કારણે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, વરસાદ શરૂ થયો ત્યાં જ લાઈટ ગુલ થઈ ગઈ હતી, બે દિવસ પહેલાં પણ રાત્રી ના માત્ર થોડાં વરસાદે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો,અને રાત્રે ગયેલ લાઇટ છેક પરોઢિયે ચાર કલાકે આવી હતી, શહેરીજનો ને ગરમી ને કારણે રાત ઉજાગરો વેઠી ભારે હાલાકી ભોગવવી પડી હતી, ત્યારે ગત રાત્રે પણ વરસાદ થંભી ગયા બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો ચાલુ ન થતાં શહેરીજનો માં ભારે રોષ ફેલાવા પામ્યો હતો, ત્યારે હજુ તો શરૂઆત માં જ આ હાલત છે તો ભર ચોમાસે શું હાલત થશે ? અને વિજ તંત્ર દ્વારા  પ્રી મોનસુન કામગીરી શું કરાઈ ? તેવા આક્રોશ સાથે સવાલો ઉઠવા પામ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/