મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના કુલ 4940 જેટલા કેસો નોંધાયા, પોલીસ અને કોર્ટનું ભારણ વધશે

0
36
/
પોલીસ દ્વારા લોકડાઉન દરમિયાન અલગ અલગ કેસો હેઠળ કાર્યવાહી : કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા, સમન્સ, મુદત સહિતની કામગીરીનો બોજ વધશે

મોરબી : કોરોના વાયરસથી બચવા માટે ગત તા. 21 માર્ચથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. બે વખતના લોકડાઉનના કડક અમલ બાદ ત્રીજા લોકડાઉન છૂટછાટ આપવામાં આવી છે અને અનલોકમાં દિવસભર તમામ પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. તેથી, લોકડાઉન ભાંગના કેસો ઘણા ઘટી ગયા છે. જોકે લોકડાઉન 1 અને 2 દરમિયાન લોકો ઘરમાં સુરક્ષિત રહે તે માટે મોરબી જિલ્લાની સમગ્ર પોલીસે અસરકારકતાથી કાર્યવાહી કરી હતી. લોકડાઉન દરમિયાન સતત પેટ્રોલીંગ, ડ્રોન અને સીસીટીવી કેમેરાથી સતત બાજ નજર રાખી તેમજ અલગ અલગ ચેક પોસ્ટ ઉપર ફરજ પર રહીને લોકડાઉનના ભંગ કરનાર લોકો સામે જાહેરનામાં ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં ગત તા. 21 માર્ચથી 5 જૂન સુધીમાં પોલીસ દ્વારા લોકડાઉન ભંગના કુલ 4940 કેસ નોંધવામાં આવ્યા હતા. જેમાં કલમ 188 હેઠળ જાહેરનામાં ભંગના 916 કેસ, ડ્રોન કેમરા દ્વારા કલમ 188 કલમ હેઠળ 230 કેસ, સીસીટીવી કેમેરા મારફત 23 કેસ ક્વોરન્ટાઇન ભંગના 3 કેસ, કલમ 269, 270,188 હેઠળ 20 કેસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 36 કેસ નોંધવામાં આવ્યા હતા. તેમજ લોકડાઉન દરમિયાન બિનજરૂરી કામે અવરજવર કરનાર લોકોના 3712 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ 4940 કેસોમાં સોસાયટીઓ કે શેરીઓમાં જાહેરમાં સમૂકમાં બેસવું કે ટોળે વળીને એકઠા થવું, આવશ્યક સેવા સિવાયની બિનજરૂરી દુકાનો ખુલ્લી રાખવી, બિનજરૂરી કામે અવરજવર કરવી, મોરબી જિલ્લામાં બહારના લોકોને પ્રવેશની મનાઈ હોવાથી બહારના જિલ્લા કે રાજ્યમાંથી મોરબી જિલ્લામાં ઘૂસણખોરી કરીને ક્રોરોનો સંક્રમિત થાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કરવા, સોશ્યલ મીડિયામાં કોરોના અંગે ગેરમાન્યતાઓ ફેલાય તેવા વીડિયો અપલોડ કરવા, તાવા પાર્ટી કે બર્થ ડે મનાવવા, જુગારના કેસ પણ લોકડાઉન ભંગમાં આવરી લેવામાં આવ્યા હતા.

આ વધારાના કેસોથી મોરબી જિલ્લાની અદાલતો અને પોલીસ પર કામગીરીનો બોજ વધ્યો છે. જેમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા, સમન્સ, મુદત સહિતની કામગીરીનો બોજ વધ્યો છે. હવે પોલીસ દ્વારા આ કેસોની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલી રહી છે. જો આ કેસો કોર્ટમાં ચાલશે તો આરોપીઓને હાજર કરવા તારીખો પડવી સહિતની કામગીરી માટે પોલીસની મુશ્કેલી વધશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/