મોરબી : મોરબી બાયપાસ ઉપર પાસે પુલ બનાવવામાં આવ્યો છે. આ પુલના છેડે આવેલા વળાંકની વચ્ચોવચ મસમોટો ખાડો પડી ગયો છે. તેમજ રોડની વચ્ચોવચ્ચ ભૂગર્ભની કુંડીઓ જોખમકારક રીતે ખુલ્લી મૂકી દેવામાં આવી છે. જેથી, વાહનચાલકો વળાંક વાળતી વખતે આ ખાડામાં કે ખુલ્લી કુંડીમાં ખાબકે છે. તેથી, વાહનચાલકોને નાની મોટી ઇજા પહોંચે છે. આ ખાડામાં વારંવાર અકસ્માતો બનતા હોવાથી ખાડો જોખમી બની ગયો છે. જોકે આ જગ્યાએ રોડ બનાવવાનું કામ કરનાર જવાબદાર કોન્ટ્રાકટરે બેદરકારી રાખીને ભૂગર્ભનું કુંડી ખુલ્લી રાખી દીધી છે. તેથી, કોન્ટ્રાકટર અહીંયા મોટા અકસ્માતની રાહ જોતા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આથી, મોટો કોઈ અકસ્માત થાય તે પહેલાં તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોમાં માંગણી ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide