ટંકારાના બિસ્માર બનેલા પશુ કેન્દ્ર માટે 25 લાખ રૂપિયાની દરખાસ્ત મોકલાઈ

    0
    18
    /

    ટંકારા : રાજાશાહી સમયથી જે મકાનમાં ટંકારા તાલુકાનું મુખ્ય પશુ દવાખાનું ચાલતું હતું એ મકાન જર્જરિત થઈ જતા હવે ટંકારા તાલુકાના પશુ દવાખાના માટે રૂપિયા 25 લાખના ખર્ચે આધુનિક બિલ્ડીંગ બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જો કે છેલ્લા 5 વર્ષથી આ જુનવાણી મકાનને લઈને અનેક રજૂઆતો કરવામાં આવી હતી, આમ છતાં તંત્રની ઘોર ઉપેક્ષા બાદ આખરે 25 લાખના ખર્ચે નવા બિલ્ડીંગના બાંધકામની પ્રક્રિયાને વેગ મળ્યો છે.

    ટંકારામાં મોરબી નાકાને અડીને આવેલા તાલુકાના મુખ્ય પશુ કેન્દ્રની હાલત ખંડેર સમાન બની જતા કર્મચારીઓ-ડૉક્ટર સહીત મુલાકાતીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. જુનવાણી નળિયાંવાળા મકાનમાં ભૂકંપ બાદ સ્લેબ ભરી તેનો જીર્ણોદ્ધાર કરાયો હતો. જો કે સમયાંતરે રોડ-રસ્તાના થતા કામોને લઈને પશુ કેન્દ્રનું મકાન રસ્તાના લેવલથી નીચું આવવી જતા ચોમાસામાં દવાખાનામાં પાણી ભરાવવાની સમસ્યા કાયમી બની હતી.

    પશુ દવાખાના ટંકારા દ્વારા પશુ પાલન શાખા, ગાંધીનગર સ્થિત કચેરીના માધ્યમથી 25 લાખની દરખાસ્ત નવા બિલ્ડીંગ માટે મુકવામાં આવી છે. જે ટૂંક સમયમાં પાસ થઈ જતા થોડા માસ બાદ ટંકારામાં નવું પશુ દવાખાનાનું નિર્માણ શરૂ થશે. ટંકારા પશુ દવાખાનાના ડોક્ટર જે.કે. પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે દરખાસ્તને ત્વરિત મંજૂરી મળતા જ ટેન્ડર વગેરે પ્રક્રિયા હાથ ધરાશે અને આધુનિક પશુ કેન્દ્રનું નિર્માણ ઝડપથી પૂરું થશે.

    વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

    તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

    અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

    /