મોરબીમાં વેપાર- ધંધા સાંજે 5 સુધી જ ખુલ્લા રાખવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપીલ

0
134
/

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પણ વિવિધ વેપારી સંગઠનોના આગવવાનોને બોલાવી પાંચ વાગ્યે વેપાર ધંધા બંધ કરવા અપીલ કરી

મોરબી : મોરબીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઈને તકેદારી રાખવી ખૂબ જરૂરી બની છે. ત્યારે આ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વેપારી સંગઠનોને વેપાર ધંધા સાંજે 5 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા અપીલ કરી છે.

કોરોનાના શરૂઆતના તબક્કામાં પાછળ રહેલો મોરબી જિલ્લો હાલ વધતા જતા કેસોના કારણે આગળ આવી રહ્યો છે. ત્યારે જિલ્લાવાસીઓએ હવે ખાસ તકેદારી રાખવાની જરૂર છે તેવા સમયે મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ગુરુવારથી મોરબીની આવશયક સેવા સિવાયની તમામ નાની મોટી દુકાનોને સાંજે પાંચ વાગ્યે બંધ કરવાની અપીલ કરી છે. જોકે મોરબી શાકમાર્કેટના વેપારીઓએ તો અગાવથી જ બપોરે 3 વાગ્યે બંધ કરવાની જાહેરાત કરી ચુક્યા છે. જ્યારે કોરોના કેસની વધતી સંખ્યાના કારણે કાંતિલાલ અમૃતિયાએ વેપારી મંડળો સાથે મળીને ઉકાળાનું વિતરણ કરવાનું આયોજન કર્યાનું જણાવ્યું હતું. જ્યારે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પણ લોકોને તકેદારી રાખવા ખાસ અપીલ કરી છે.

(રિપોર્ટ રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/