રાજકોટ પોલીસ દ્વારા આજથી ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત હેલમેટ રેલી યોજવામાં આવી હતી શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયા, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના અધિકારીઓએ આ હેલમેટ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું રાજકોટ ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણીનો પ્રારંભ આજથી શરૂ કરવામાં આવ્યો છે સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજોમાં ટ્રાફિક અવેરનેસ અંગે કાર્યક્રમ યોજવામાં આવશે તેમજ જાહેર રસ્તાઓ ઉપર વાહનચાલકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરવા પેમ્પલેટ વિતરણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
આ તકે પોલીસ કમિશનર ઝાએ જણાવ્યું હતું કે લોકોને અકસ્માતથી બચવા તેમજ ટ્રાફિક નિયમોથી અવેર થાય તે માટે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે લોકોની મહામૂલી ઝીંદગી કેવીરીતે બચાવી શકાય અને જીવલેણ અકસ્માતોના બનાવોમાં કેવીરીતે ઘટાડો કરી શકાય તે દિશામાં પોલીસ કાર્યરત છે આજે પોલીસ હેડ કવાર્ટર ખાતેથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું જે 14 કિલોમીટરની હતી જેમાં પોલીસ કર્મચારીઓ હેલમેટ પહેરીને જોડાયા હતા.
આ રેલી પોલીસ હેડ ક્વાટરથી શરૂ થઈ બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ અંડરબ્રિજ, કોટેચા ચોક, કેકેવી ચોક, આત્મીય કોલેજ, ક્રિસ્ટલ મોલ, પુષ્કરધામ મેં રોડ, જે કે ચોક, આકાશવાણી ચોક, પંચાયત ચોક, ઇન્દિરા સર્કલ, રૈયા ટેલિફોન એક્સ્ચેન્જ, રૈયા ચોકડી, હનુમાન મઢી, આમ્રપાલી બ્રિજ, મેયર બંગલો, જૂની એનસીસી ચોકથી પોલીસ હેડ ક્વાટર ખાતે પૂર્ણ થઈ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide