[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે હડકવા ઉપડેલા કૂતરાએ રીતસરનો ગામમાં આંતક મચાવ્યો હતો.અને શેરી કે સીમમાં આવેલ વાડીએ રમતા ચાર બાળકોને બચકા ભર્યા હતા.જેથી ગામમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. હડકયા કુતરાનો ભોગ બનેલા ચારે બાળકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ હળવદના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે એક શ્વાનને હડકવા ઉપડતા ભારે દોડધામ મચી ગઈ હતી.હડકવા ઉપડેલા કુતરાએ ગામની બજારમાં રમતા તેમજ સીમ વિસ્તારમાં મજૂરી કરતા પરિવારના ચાર બાળકોને બચકા ભરતા પ્રથમ હળવદ સારવાર માટે લઈ આવવામાં આવ્યા હતા.જોકે અહીં રસી ન હોવાના કારણે આ ચારેય બાળકોને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide