હળવદના રાણેકપર ગામે દારૂડિયાએ આંતક : કારનો અકસ્માત પણ સર્જ્યો

0
3
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] હળવદ : હાલ હળવદના રાણેકપર ગામે દારૂડિયાએ આંતક મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તેને સ્થાનિક લોકો સાથે મારામારી કરી પોતાની કારનો અકસ્માત પણ સર્જ્યો હોય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રાણેકપર ગામે એક શખ્સ દારૂ ઢીચી શેરીમાં બેફામ રીતે કાર ચલાવતો હોય, સ્થાનિક લોકોએ બેફામ રીતે કાર ચલાવવાની ના પાડતા તેને ઝપાઝપી કરી ઇજા પહોંચાડી હતી. આ ઝપાઝપીમાં બે થી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. બાદમાં લોકોએ પોલીસ બોલાવતા આ શખ્સ ગોલાસણ તરફ કાર લઈને ભાગી ગયો હોય જ્યાં તેની કારનો અકસ્માત સર્જાયો હતો. આ શખ્સનું નામ જયેશ દિનેશભાઇ ડાભી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વધુમાં પોલીસને કારમાંથી ત્રણ ઇંગલિશ દારૂના ચપલા પણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/