કર્તવ્ય નંદીઘરના નિર્માણ માટે ‘સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન તરફથી રૂ.25 લાખનું અનુદાન અપાશે

0
3
/

મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા રસ્તે રખડતા, નિરાધાર નંદીઓ માટે કર્તવ્ય નદી ઘરના નિર્માણ માટે ગઈકાલે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ડાયરામાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી, લોકસાહિત્યકાર રાજભા ગઢવી તથા મિલન પટેલ સહિતના કલાકારોએ રમઝટ બોલાવી હતી.

કર્તવ્ય નંદી ઘરના લાભાર્થે યોજાયેલ આ લોકડાયરામાં સેવાભાવી યુવાન અને સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશનના પ્રમુખ તથા પાટીદાર નવરાત્રિ મહોત્સવના આયોજન અજયભાઈ લોરીયા દ્વારા 25 લાખ જેટલી માતબર રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ આ લોક ડાયરામાં પણ અજય લોરિયાએ કીર્તિદાન ગઢવી તથા રાજભા ગઢવી ઉપર પૈસાનો વરસાદ વરસાવ્યો હતો. બન્ને કલાકારોએ જાહેર સ્ટેજ પરથી 25 લાખની માતબર રકમ તથા શહિદો માટેની અજય લોરીયાની સેવાને બિરદાવી હતી.તેમ યાદીમાં જણાવાયું છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/