મોરબીના નાની વાવડી ગામે દીપડો જોવા મળ્યો !

0
8
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

આજથી પાંચથી સાત દિવસ પૂર્વે મોરબીના રાજપર ગામની સીમમાં તેમજ પંચાસર ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો. હવે આ દીપડો બે થી ત્રણ દિવસથી નાની વાવડી ગામમાં હોવાના વાવડ મળ્યા છે. આ ઉપરાંત સીમ વિસ્તારમાં વાડીની અંદર દીપડાના પગના નિશાન પણ જોવા મળ્યા છે. શ્રમિકોના જણાવ્યા પ્રમાણે પરમ દિવસે દિપડો મોઢામાં કંઈક શિકાર લઈને અહીંથી પસાર થઈ રહ્યો હતો. હાલ આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ફોરેસ્ટ વિભાગ જલ્દીથી જલ્દી આ દીપડાને પકડી લ્યે તો લોકોમાં ભય દૂર થાય. વધુમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહેલી તકે આ દીપડો પકડાઈ જાય તો માલ ઢોર કે જાનહાનીનું નુકસાન ન થાય.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/