મોરબી : તાજેતરમા હળવદમાંથી મળી આવેલા 12 વર્ષના બાળકનું જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા સુવ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરી ખેડા ખાતે રહેતા તેમના માતાપિતા સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.ગત તા.૦૪/૧૨/૨૦૨૪ના રોજ ચાઈલ્ડ હેલ્પ લાઈન- ૧૦૯૮ મારફતે સાંજના ૦૫:૫૦ આસપાસ મોરબી જિલ્લા બાળ સુરક્ષા કચેરીને ફોન આવેલો હતો. જે અનુસાર એક બાળક કે જેની ઉંમર આશરે ૧૨ વર્ષની આસપાસ છે. તે સરા ચોકડી, હળવદથી બિનવારસી હાલતમાં મળી આવેલ છે. તેવી માહિતી મળતા એક ક્ષણ પણ વેડફયા વિના જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ હળવદ મુકામે પહોંચી હતી.
ત્યાં એક સામાજિક કાર્યકર અને કોલરનો સંપર્ક કર્યા બાદ આ બાળક સુનિલનો કબજો મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યારે રાત્રે જ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ખોખરા હનુમાનમાં ચાઈલ્ડ વેલફેર કમિટીની મંજુરીથી તેને આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બાળકનું ધણું શાંતિથી અને ઊંડાણપૂર્વક કાઉન્સેલર ખ્યાતિબેન પટેલ મારફત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને તેની પાસેથી થોડી માહિતી મળી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide