[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] વાંકાનેર : હાલ વાંકાનેર નજીક હાઇવે ઉપર પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરી રહેલા યુવકને પોલીસે ચેકીંગ દરમિયાન પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢુવા ચોકડી પાસે વાહન ચેકિંગ કરતા દરમિયાન એક કાર ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના ટોપ ઉપર બેસી જઈ જાહેર રસ્તા ઉપર સ્ટંટ કરતો જોવામા આવતા પોલીસે કાર ચાલક મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઈ અસવાર ઉ.વ.૨૬ રહે.જુના ઢુવા તા.વાંકાનેર વાળાને પકડી પાડ્યો હતો. આ શખ્સ કેફી પ્રવાહી પીધેલ હાલતમા પણ મળી આવતા તેની વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી કાર કબ્જે કરવામા આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide