[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યા બાદ તેને પટ્ટા મારવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે. આ ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના યુવાને શરીરે પટ્ટા મારી આ ઘટનાને વખોડી કાઢી છે.
તાજેતરમાં એક લેટરપેડ પર અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તે લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ લેટર કાંડમાં પોલીસે પાયલ ગોટી નામની યુવતીની ધરપકડ કરી હતી અને તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. પોલીસે પાયલ ગોટીને પટ્ટા માર્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેથી ગોપાલ ઈટાલિયાએ જાહેર મંચ પર પોતાનો પટ્ટો કાઢીને પોતાને પટ્ટા માર્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide