ટંકારા : ટંકારા તાલુકાના વિરવાવ ગામના મા આશાપુરા યુવક મંડળ દ્વારા માતાના મઢે જતાં ભક્તો અને પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ ‘પદયાત્રી સેવા કેમ્પ-વિરવાવ વાળા’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ તારીખ 12 સપ્ટેમ્બર ને શુક્રવારથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. તેમાં પદયાત્રીઓને 24 કલાક સેવા પૂરી પાડવામાં આવશે. આ કેમ્પમાં પદયાત્રીઓને ચા, પાણી, ભોજન તેમજ મેડિકલ સેવા જેવી મૂળભૂત સુવિધાઓ 24 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આશાપુરા માતાના ભક્તો માટે આવી સેવાઓ આયોજન યુવા મંડળની સામાજિક જવાબદારીનું પ્રતીક છે, જેમાં યુવાનો પોતાના વિસ્તારના પ્રવાસીઓને આરામ અને સુરક્ષા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. કેમ્પનું સ્થળ શીકારપુરના પાટીયા સામે, અજંતા હોટલની બાજુમાં સામખિયાળી પહેલાં નક્કી કરાયું છે, જે પદયાત્રાના માર્ગ પર વાહન અને પગપાળા પ્રવાસીઓ માટે સુલભ સ્થળ છે. આયોજકોના જણાવ્યા પ્રમાણે, આ કેમ્પ ભક્તોની યાત્રાને વધુ સરળ અને આનંદમય બનાવવા માટે શરૂ કરાયો છે. વધુ માહિતી માટે 79845 32334, 9510555579 પર સંપર્કકરવા જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
