રાજકોટ, તા. 1
રાજકોટ શહેર જિલ્લામાં ગત 2024 માં જંત્રીદારના મુદ્દે રીયલ એસ્ટેટ ઉદ્યોગને ઘણી માઠી અસરનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ હાલ જે આંકડો સામે આવી રહ્યો છે
તેમાં 1.60 લાખથી વધુ મિલકતોનું વેચાણ થયું છે અને સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજ નોંધાતા સરકારને 932 કરોડની જંગી આવક થઈ છે. મળતી માહિતી મુજબ વીતેલા વર્ષ દરમિયાન મોરબી રોડ પર સૌથી વધુ 19 હજારથી વધુ મિલકતોનું વેચાણ થયું છે જ્યારે રૈયામાં 12,214 અને મહુડીમાં 15412 મિલકતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોની નોંધણી સબ રજીસ્ટર કચેરીમાં થયેલી છે. રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો 9,434, કોઠારીયામાં 12,480, રતનપરમાં 11,729, રાજકોટ એકમાં 10436 તેમજ પડધરીમાં 3,355, જેતપુરમાં 8125, ઉપલેટામાં 5227, જામકંડોરણામાં 1357, લોધીકામાં 9, 881, જસદણમાં 5,825, વિછીયામાં 956, ગોંડલમાં 15,104, કોટડા સાંગાણીમાં 6034, અને ધોરાજીમાં 3975 મિલકતો મળી કુલ 1.69 લાખ મિલકતોનું વેચાણ થયેલું છે. મળતી માહિતી મુજબ 2024 ના ડિસેમ્બર મહિનામાં પણ રાજકોટ શહેર જિલ્લામાં કુલ 1.32 લાખ મિલકતોનું વેચાણ થતા તેની નોંધણી સબ રજીસ્ટર કચેરીમાં થાય છે એટલું જ નહીં ગાત ડિસેમ્બર માસ દરમિયાન પણ શહેરના મોરબી રોડ પર સૌથી વધુ 1554 મિલકતોનું વેચાણ થયેલું છે જેમાં રાજકોટ ગ્રામ્યમાં 752, મવડીમાં 1275, કોઠારીયામાં 904, રૈયામાં 873, મવામાં 764, ગોંડલમાં 1325, ધોરાજીમાં 344, કોટડા સાંગાણીમાં 515 જ્યારે રાજકોટ એકમાં 870 મિલકતોનું વેચાણ થયું છે. હાલ જે આંકડાકીય માહિતી સામે આવી રહી છે તેમાં ડિસેમ્બર મહિના દરમિયાન જિલ્લામાં કુલ 13255 મિલકતોનું વેચાણ અને તેના દસ્તાવેજ નોંધણી થયેલી છે અને સરકારને 808 કરોડથી વધુની જંગી આવક પણ થઈ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide