તાજેતરમા મોરબી નજીક આવેલ કારખાનામાં કામ કરતી વેળાએ કારખાનામાં ઉંચાઈ પરથી નીચે પડી જતા યુવાનને ઈજા પહોંચી હતી જે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ આઇકોન ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા ચેનસિંહ ગંગારામ (ઉ.વ.૩૨) નામના યુવાન કારખાનામાં કામ કરતા હય ત્યારે ઉંચાઈ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી જેથી યુવાનને મોરબી સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide