હાલ મહત્વનું છે કે જડેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે આ મેળો યોજાય છે આ મેળો આજે એટલે કે રવિવારે અને આવતીકાલે સોમવારે એમ બે દિવસ ચાલશે જેમાં સરકારના નીતિ નિયમો મુજબ રાઈડ અને સ્ટોલ ધારકોને ફાળવણી કરવામાં આવી છે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા પણ કોઈપણ દુર્ઘટના ન સર્જાય અને લોકોને મેળામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ પ્રસંગે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસના બીજા સોમવારે વર્ષોથી ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાય છે. હાલ સરકાર દ્વારા જે મેળાને લઈને પ્રજાની સુરક્ષાને ધ્યાને રાખીને નિયમો ઘડવામાં આવ્યા છે અને આ નિયમો કોઈ અઘરા નથી. સરકાર દ્વારા બનાવવામાં આવેલી 13 લોકોની કમિટીએ મેળામાં તમામ જગ્યાએ સુપરવિઝન અને ચકાસણી કરીને પ્રજાને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તેનું ધ્યાન રાખ્યું છે. સાથે જ આયોજકોએ પણ તમામ નિયમો પાળીને આયોજન કર્યું છે. રાઇડ ચાલકોએ પણ 100 ટકા નિયમોનું પાલન કર્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide