અભદ્ર ટિપ્પણી કરવા બદલ ભરત ભરવાડ વિરુદ્ધ મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર

0
616
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: તાજેતરમાં ભરત ભરવાડ નામના શખ્સ દ્વારા સોશિયલ મિડીયામા વિડીયો મારફતે સમગ્ર દશનામ ગોસ્વામી અને સમસ્ત સાધુ સમાજ વિશે અપમાનજનક અને વાંધાજનક ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર ભાષાઓના ઉપયોગ કરી સમાજની ધામિઁક અને સામાજિક લાગણીઓ દુભાય તેવુ કૃત્ય કરવામા આવેલ.જેના પડઘા સમગ્ર ગુજરાતમા પડ્યા હતા.

અને વિવિધ જગ્યાએ તેમના પર ફરિયાદ દાખલ કરી કડક કાયઁવાહીની માંગ કરવામા આવી છે.જેના અનુસંધાને આજરોજ મોરબી શ્રી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મોરબી એસપી ઓફિસ તથા જિલ્લા કલેકટર ઓફિસે, ભરત ભરવાડ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને તેમના વિરુદ્ધ કડકમા કડક કાયઁવાહી કરવાની માંગ કરવામા આવી છે.આ તકે શ્રી દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખશ્રી ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરી, શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ માંથી તેજસગીરી, હાર્દિકગીરી, હિરેન ગીરી, ચેતનગીરી, મુકેશપરી તથા સપ્તેશ્વર મહાદેવ મહંત લાભુગીરી, પીઠડ ના મહંત રમેશગીરી, મહેન્દ્રનગર થી રાજેશપરી તેમજ વગેરે યુવાનો અને વડિલો વિશેષ હાજર રહ્યા હતા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/