મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને દસ લાખનો દંડ ફટકારતી કોર્ટ

0
129
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા અને દસ લાખનો મોરબીની કોર્ટ દ્વારા દંડ ફટકારાયેલ છે

આ કેસની વિગત મુજબ ફરિયાદી રાજેશ ટપ્પુભાઈ મારવાણીયા રહે. આંદરણા વાળા પાસેથી આરોપી હિતેન્દ્ર લાલજીભાઈ ડઢાણીયા રહે. રવાપર રોડ મોરબી વાળા એ રૂપિયા પાંચ લાખ હાથ ઉછીના લીધેલ હતા જે રકમ વસુલ આપવા આરોપીએ રૂપિયા પાંચ લાખનો ચેક આપેલ હતો જે ચેક રિટર્ન થતા કોર્ટમાં કેસ ચાલી ગયેલ જેમાં ફરિયાદીના વકીલ તરીકે જી. ડી. વરિયાની ધારદાર દલીલ ને અને કાયદાનની જોગવાઈ ના આધારે તા. 1-1-2022 ના રોજ ચીફ જ્યુડી મેજિસ્ટ્રેટ એ એન વોરા સાહેબે આરોપી  હિતેન્દ્ર લાલજીભાઈ ડઢાણીયા તકસીરવાન ઠરાવી 1 વર્ષની સાદી  કેદ અને 5 લાખની ડબલ રાકમ રૂપિયા 10 લાખ તેમજ ફરિયાદ દાખલ કર્યા તારીખથી વસુલ થતા સુધી 9% વ્યાજ ચૂકવવા તેમજ ઘરપકડ કરવા પણ હુકમ કરેલ છે તેમજ જમીનદારની સામે રિકવરી વોરંટ ઈશ્યુ કરવું તેમજ રેવન્યુ ખાતામાં જમીનની રકમનો બોજો નાખવા યાદી કરવાનો પણ હુકમ કરેલ છે  આ કેસમાં ફરિયાદીનના વકીલ તરીકે જી. ડી. વરિયા , બી કે ભટ્ટ , તેમજ જે આર.જાડેજા રોકાયેલ હતા

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]
[વકીલ જી. ડી. વરિયા]
 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/