સુરત હત્યાકાંડના આરોપીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી કડક સજા આપવા માંગ

0
95
/

મોરબી : સુરતમાં યુવતીનું ગળું કાપી હત્યા કરનાર આરોપીનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત આરોપીને કડક સજા કરવા “આપ”દ્વારા માંગ કરવામાં આવી છે.

સુરતના કામરેજ હત્યાકાંડમાં આરોપીને કડક માં કડક સજા થાય તે માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે.ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.હત્યાંકાંડના આરોપીને કડક મા કડક સજા કરવામાં એવું આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી.આ તકે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા,મોરબી જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા,મોરબી જિલ્લા મહામંત્રી જસવંતભાઈ કગથરા,મોરબી તાલુકા પ્રમુખ દિવ્યેશભાઈ મગુનિયા,મોરબી તાલુકા યુવા પ્રમુખ રમેશભાઈ સદાતીયા,મોરબી શહેર મહિલા પ્રમુખ અલ્પાબેન કકડ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/