મોરબી : મોરબીમાં મિત્રતાના દાવે ઉછીની આપેલ રૂ.દોઢ લાખની રકમના બદલામાં આપેલો ચેક રિટર્ન જવાના કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી છે. સાથે ચેકની ડબલ રકમ અને નવ ટકા વ્યાજ ચૂકવી આપવાનો આદેશ પણ કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમા રહેતા ફરીયાદી જીવરાજભાઈ દેવરાજભાઈ સોલંકીએ આશરે પાંચ વર્ષ પહેલા આરોપીને મીત્રતાના સંબંધે વગર વ્યાજે હાથ ઉછીના રકમ રૂ.૧,૫૦,૦૦૦/- આપેલ હતા. જે રકમ આરોપી એક વર્ષમાં પરત આપી દેશે તેવુ મૌખીક જણાવેલ હતુ, પરંતુ આરોપી હાથ ઉછીની રકમ ફરીયાદીને પરત ન આપતા હોય જેથી આરોપીએ ફરીયાદીને લેણી રકમ પેટે રૂપીયા ૧,૫૦,૦૦૦/- નો ચેક આપેલો હતો. જે ચેક બેન્કમાં જમા કરાવતા તે ચેક “ફંડ ઇન્સફીસીયન્ટ” ના શેરા સાથે તા. ૦૪/૦૫/૨૦૨૨ ના રોજ પરત ફરેલ હતો. જેથી આ મામલે મોરબી કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
આ કેસ મોરબીના મહે. એડી.ચીફ જ્યુડી.મેજી.સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરીયાદી પક્ષના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલ માન્ય રાખી અને ફરીયાદી પક્ષના પુરાવાઓને ધ્યાને લઈ આરોપી જેરામભાઈ સદાભાઈ મકવાણાને ધી નેગીશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના ગુન્હા સબબ તકસીરવાન ઠેરવ્યા છે અને ૧ વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. ચેક મુજબની રકમ કરતા ચેકની ડબલ રકમ રૂ.૩,૦૦,૦૦૦/- ચુકવાનો હુકમ કરેલ છે. અને જે આરોપી આ રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. સાથે આરોપીને ચેકની રકમ રૂ.૧,૫૦,૦૦૦/- ઉપર વાર્ષિક ૯% વ્યાજની રકમ ચુકવી આપવા પણ હુકમ કર્યો છે. આ કામમાં ફરીયાદી તરફે યુવા ધારાશાસ્ત્રી નીતા ટી.પરમાર C/o. હિના એન.સંધાણી, નરેશ પી.ડાભી, દેવકરણ એ.પરમાર, જલ્પા વેગળ રોકાયેલ હતા.


વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
















