મોરબીમાં દારૂબંધીના ઉડ્યા લિરા !!

0
9
/

મોરબી : પૈસા આપો એટલે દારૂ જોઈએ ત્યાં મળી જાય તે વાતથી સૌ કાઈ વાકેફ છે. પણ આ બધું છાને છુપે ચાલે ત્યાં સુધી વાંધો નથી. જો જાહેરમાં દારૂની રેલમછેલ થાય તો ખરેખર પોલીસે પણ આ વિશે મંથન કરવાની જરૂર છે.

મોરબીના શનાળા રોડ ઉપરનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં લઘરવઘર ભરેલો એક શખ્સ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલી મારી રહ્યો છે અને ડીંગલ કરી રહ્યો છે. આ વેળાએ રોડ ઉપરથી બહેનો દીકરીઓ પણ તેની પાસેથી જઈ રહી છે. દેખીતી રીતે આ ઘટના સામાન્ય છે. કારણકે દેશીની ખાલી પોટલી અને ઈંગ્લીશ દારૂની ખાલી બોટલો અવાર નવાર શહેરના રોડ રસ્તા કે અવાવરું જગ્યાએથી મળતી હોય છે. પણ આ ઘટનામાં તે શખ્સ કોઈ પણ જાતના ડર વગર જાહેરમાં પાર્ટી કરી રહ્યો છે. આ ઘટના મોરબી પોલીસ માટે શરમજનક કહી શકાય તેવી છે. ઉપરાંત ઘટના એ પણ દર્શાવે છે કે મોરબીમાં દારૂ મેળવવો એ રસ્તે રખડતા લોકો માટે પણ સહેલું છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/