મોરબી: કોરોનાથી સાવચેતિના પગલાં માટે ગજાનન પાર્કના પ્રમુખની અપીલ

0
135
/

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી) મોરબી: કોરોના મહામારી વચ્ચે હાલ કોરોના મહામારીએ ચારે બાજુએ હાહાકાર મચાવ્યોછે ત્યારે લોકોની સુખાકારી માટે પ્રસાસન દ્વારા ઘણાખરા નિયમો લાગુ પાડવામાં આવી રહ્યા છે.

પોલીસ તથા ડોક્ટર અને સરકારી અધિકારીઓ હાલ ખડેપગે જનતા ની સેવા માટે ઉભાછે. શહેરની બજાર માં કોઇ વ્યક્તિ માસ્ક વગર ઘરની બહાર નો નીકળે એવી જાહેરાતો સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી હોઈ છે. તેમછતાં પણ કોઇ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે તો એની સામે પોલીસ દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવતા હોઈછે. પરંતુ આ નિયમોનું પાલન શહેરમાં આવેલી સોસાયટીઓ તથા ગામડાઓ માં યોગ્ય રીતે પાલન નથી થઈ રહ્યું. સોસાયટી માં કે ગામડાઓ માં બધાજ વ્યક્તિઓ ફરજીયાત માસ્ક નથી પહેરતા તથા સોસીયલ ડિસ્ટિંગનું પાલન યોગ્ય રીતે નથી થઈરહ્યું જેના કારણકે દિનપ્રતિ દિન કોરોના મહામારી વિકટ રૂપ ધારણ કરીરહીછે જેના માટે આજ રોજ પીપળી ગજાનંદ પાર્ક સોસાયટીના પ્રમુખ શ્રી જયદેવસિંહ દ્વારા સોસાયટી માં માસ્ક તથા સોસીયલ ડિસ્ટન્સનું ફરજીયાત પાલન કરવામાટે ના કડક નિયમો લાગુ કરવામાં આવ્યાછે. જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવવા માં આવ્યુંછે કે ગજાનંદ પાર્ક સોસાયટીમાં ફરજીયાત પર્ણ બધાએ માસ્ક પહેરવાનું રહેછે તથા સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેછે બહારના વ્યક્તિઓને સોસાયટીમાં પ્રવેશ આપવામાં નહીં આવે જરૂર કામસિવાય સોસાયટીના લોકો ની અવર જ્વર ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

(જયદેવસિંહ જાડેજા : પ્રમુખશ્રી ગજાનન પાર્ક, મોરબી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/