મોરબી મહાનગર બન્યું છતાં જન્મ-મરણના દાખલા 20 દિવસે મળે છે

0
10
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી નગરમાંથી મહાનગર બન્યું હોવા છતાં જન્મ મરણના દાખલા માટેની કામગીરીમાં કોઈ જ સુધાર આવ્યો નથી.ઊલટું હવે તો નવા દાખલા અને સુધારા વધારા માટે 20 – 20 દિવસનો સમય લાગતા નાગરિકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. જો કે, મહાનગર પાલિકાના સત્તાધીશો બીજું આઈડી બન્યા બાદ સમસ્યા હળવી થવાનું જણાવી રહ્યા છે.

હાલમા મોરબી મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગ સમક્ષ દરરોજ અંદાજે 150 જેટલા અરજદારો જન્મ મરણના દાખલા કઢાવવા માટે તેમજ સુધારા વધારાની કામગીરી માટે આવી રહ્યા છે. જો કે, હાલમાં કોર્પોરેશનમાં એક જ આઈડી હોવાથી દૈનિક માંડ 70 થી 100 જેટલા દાખલ નીકળે છે અને એમાં પણ અવાર નવાર સર્વરના ધાંધિયા હોય તો ઓછા દાખલ નીકળવામા મુશ્કેલી પડી રહી હોવાથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે,મોરબી નગર પાલિકામાંથી મહાનગર પાલિકા બન્યા બાદ થોડા દિવસ માટે જન્મ મરણના દાખલ અંગેની કામગીરી જ સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવી હતી જેને કારણે હાલમાં અરજીઓનો પણ ભરાવો થઇ ગયો હોય લોકોની અરજીઓનો નિકાલ થતા 20થી 25 દિવસનો સમય લાગી રહ્યો હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે. પરિણામે આધારકાર્ડ મુજબ સુધારો વધારો કરવા માટે કે માટે કે અન્ય યોજનાઓ દાખલા માટે આવતા લોકોને ફરજિયાત પણ 20 – 20 દિવસ સુધી રાહ જોવી પડે છે.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/