મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના વેકસીનેશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે માટે ગામમાં આવેલ ગૌશાળાના સેવકો દ્વારા સમાજ વાડીમાં વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. અને ટ્રસ્ટ દ્વારા વાડી નિ:શુલ્ક આપવામાં આવી છે. રસીકરણ માટે ડો. જાગૃતીબેન ગાંભવા તેમજ નિલેશભાઈ બોડા અને આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ કામગીરી કરી રહ્યા છે. આ તકે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભરતભાઇ ભાલોડિયા પણ હાજર રહ્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide