મોરબી મહાનગર ક્યારે બનશે ? મહત્વનો સવાલ

0
156
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની લાંબા સમયથી થઈ રહેલી વાતો વચ્ચે મોરબીના સાંસદ સહિતના ટોચના નેતાઓએ સુશાસન દિવસ નિમિતે મોરબીને મહાનગર પાલિકાની જાહેરાત કરવામાં આવશે તેવી પોસ્ટ વાયરલ કરી હતી. પરંતુ તા.25 જાન્યુઆરી વીતવા છતાં આવી કોઈ જાહેરાત સરકારે કરી ન હોય લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે. બીજી તરફ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષે સંભવતઃ એકાદ બે દિવસમાં મોરબીને મહાનગર પાલિકાના દરજ્જાની જાહેરાત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

સિરામિક હબ મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવ્યા બાદ મોરબી આજુબાજુના ગામોને મોરબી શહેરમાં ભેળવવા સહિતની કામગીરી પણ પૂર્ણ થઇ જવા છતાં મોરબીનું નવું સીમાંકન કે ચૂંટણીની કોઈ હિલચાલ નથી તેવામા મોરબી ભાજપની નેતાગીરી અને સાંસદ સહિતના નેતાઓએ 25મીએ સુશાસન દિવસ નિમિત્તે મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવામાં આવશે તેવી પોસ્ટ વાયરલ કરી હતી પરંતુ તા.25 ડિસેમ્બર વીતવા છતાં સરકાર દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં ન આવતા આશ્ચર્ય સર્જાયું છે.

દરમિયાન ભાજપની નેતાગીરીએ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલી પોસ્ટ અંગે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રણછોડભાઈ દલવાડીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આગામી એક બે દિવસમાં જ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળે તેવી શક્યતાઓ છે. આવતીકાલે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વામીત્વ યોજના અંગે લાઈવ પ્રોગ્રામ થકી દેશને સંબોધન કરનાર છે ત્યારે આ કાર્યક્રમમાં પણ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા અંગેની જાહેરાત કરવા આ આવે તેવી શકયતા તેમને વ્યક્ત કરી હતી.

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/