આજથી બે દિવસની રાષ્ટ્વ્યાપી હડતાલમાં જોડાઈને રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓએ કિશાનોની જેમ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી : આજરોજ બૅંકના ખાનગીકરણના વિરોધમાં આજથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય કૃત બૅંકોની બે દિવસની દેશવ્યાપી હડતાલ શરૂ થઈ છે. ત્યારે ખાનગીકરણના વિરોધમાં મોરબીની રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓએ પણ આજથી બે દિવસની બૅંક હડતાલ શરૂ કરી છે અને આજથી બે દિવસની રાષ્ટ્વ્યાપી હડતાલમાં જોડાઈને રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓએ કિશાનોની જેમ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
મોરબીમાં આજથી બે દિવસ સુધી રાષ્ટ્રીય કૃત બૅંકના કર્મીઓની હળતાલનો પ્રારંભ થયો છે. જેમાં ખાનગીકરણના વિરોધમાં આજથી રાષ્ટીય કૃત બૅંકોની બે દિવસની હડતાલમાં મોરબી જિલ્લાની રાષ્ટીય કૃત બૅંકોની 40 જેટલી શાખાના 400 જેટલા કર્મીઓ જોડાયા છે અમે બૅંકના કર્મીઓએ આજે હડતાલ પાડી સૂત્રોચ્ચાર સાથે ભારે દેખાવો કર્યા હતા.
આ 400 જેટલા બૅંક કર્મીઓ હડતાલ ઉપર ઉતરી જતા અંદાજે બૅંકના 500 કરોડના નાણાકીય વ્યવહાર ઠપ્પ થઈ જશે.એટલે આજે અને આવતીકાલે બે દિવસ સુધી બૅંક બંધ રહેશે. શનિવારથી આ રાષ્ટીય કૃત બેંકો પુનઃશરું થશે. આ બે દિવસની હડતાલ બાદ પણ બૅંકના ખાનગીકરણના મુદ્દે સરકાર યોગ્ય નિર્ણય ન લે તો બૅંકના કર્મીઓએ ખેડૂતોની જેમ આંદોલન કરવાની ચીમકી આપી છે. આથી આ મુદ્દે હવે સરકાર કેવો નિર્ણય જાહેર કરશે તે જોવું રહ્યું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide