મોરબી જિલ્લા ભાજપ તાલુકા અને શહેરના છ મંડળોના પ્રમુખની નિયુક્તિ

0
188
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જિલ્લા ભાજપ દ્વારા નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે. તાલુકા અને શહેરના છ મંડળોના પ્રમુખની વરણી કરાઈ છે. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિશાલ ઘોડાસરા, મોરબી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિશિપ કૈલાની પસંદગી કરાઈ છે.

જ્યારે હળવદ શહેર ભાજપ ના પ્રમુખ તરીકે તપન દવે અને હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભરત કંઝારિયા અને માળિયા મી. તાલુકા ભાજપ પ્રમુખ તરીકે રાજેશ હુંબલ અને માળિયા મી.શહેર ભાજપ પ્રમુખ તરીકે અલ્યાસ મોવરની પસંદગી કરાઈ છે. જ્યારે વાંકાનેર અને ટંકારાના પ્રમુખ પદ માટે અસમંજસની પરિસ્થિતીનું નિર્માણ થયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે સંગઠન માટે ઉમર મર્યાદા નક્કી કર્યા બાદ ટંકારા તાલુકાના સંગઠન માટે સૌથી આગળ ચાલતા બે નામ પુર્વ કલ્યાણપર સરપંચ દિનેશભાઈ વાધરિયા અને વર્તમાન વિરપર સરપંચ મહેશભાઈ લિખિયા માથી કોઈ ની પસંદગી થવાની હતી શાંત સરળ અભ્યાસુ અને વહીવટી પ્રક્રિયા ના તજજ્ઞ યુવા પિઠ રાજકીય કાર્યકરો ના માનિતા ની પંસદગી સાઈડમાં રાખી નવા નિયમો મુજબ પ્રકિયા કરી હતી જેમા ચોટદાર ચહેરો જે સંગઠન સંભાળી શકે એવો ગોતવા કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે વધુ અમારા અંગત સૂત્રોએ જણાવ્યું હતું કે ટંકારા સંગઠનના પ્રમુખ માટે મરણતોલ લોબિંગ કર્યું હોય હાલે કોઈ જાહેરાત ન થાય અને ઓચિંતી કોઈ પણ કાર્યકરને જવાબદારી સોંપવામાં આવી શકે નું જાણવા મળ્યું છે. ત્યારે ટંકારા શહેર પ્રમુખ માટે તો કોઈ પણ પ્રકિયા કરી નથી પરંતુ નવા માળખા અને જુના માળખા ના નૈતુત્વ હેઠળ ટંકારા પ્રથમ નગરપાલિકા ની ચુંટણી લડવાની શક્યતા સેવાઇ રહી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/