અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે ઉપર ખાડા પડતાં અકસ્માતનો ભય

0
28
/

અરવલ્લી: શામળાજી મોડાસા ગોધરા નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે. શામળાજી મોડાસા ગોધરા 130 કિ.મી.ના સ્ટેટ હાઇવે ઉપર ખાડાના કારણે અકસ્માતોની વણઝાર સર્જાય છે.

ચોમાસુ પૂર્ણ થવાના આરે છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા ગોકળગાયની ગતિએ ખાડા ઉપર થીગડાં મારવા કાર્યવાહી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોમાં અચરજ ફેલાઈ છે. ખાડાના કારણે ફુટા ગામની સીમમાં મોટરસાયકલ ચાલકને અકસ્માત નડતા શામળાજી પોસ્ટમેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું તેમજ બે દિવસ અગાઉ હાઈવે ઉપર પડેલા ખાડા પાસેથી પસાર થતા ઈકોના ચાલકે માલપુર પાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા મોતને ભેટેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/