મહાપાલિકા બનતા સાથે જ 5 અધિકારીઓના ધડાધડ રાજીનામા

0
2
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી મહાનગર પાલિકા બન્યાને એક મહિનો પણ હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ નગરપાલિકા સમયન જૂના જોગી એવા 15 કર્મચારીઓ પૈકી 5 કર્મચારીઓએ સામુહિક રાજીનામા કમિશનર સમક્ષ ધરી દેતા ચકચાર જાગી છે. પાંચેય કર્મચારીઓએ રાજીનામા માટે અલગ અલગ કારણો રજૂ કર્યા છે જેમાં કામનું ભારણ મુખ્ય છે, બે કર્મચારીઓએ બીમારી સબબ તો એકે અંગત કારણોસર રાજીનામુ આપ્યાનું જણાવ્યું છે.

સિરામિક નગરી મોરબી શહેરને મહાપાલિકાનો દરજ્જો મળ્યાને હજુ 28 દિવસ થયા છે ત્યાં જ પાલિકાના જુના અધિકારીઓએ કામનું ભારણ વધવાની સાથે, બીમારી તેમજ અંગત કારણોસર મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રાજીનામા ધરી દેતા કોર્પોરેશનના કર્મચારીઓમા સોપો પડી ગયો છે. નોંધનીય છે કે, મહાપાલિકા અસ્તિત્વમાં આવતા જ હાલમાં કર્મચારીઓની કમી વચ્ચે એક એક અધિકારીને બબ્બે કે ત્રણ – ત્રણ કામગીરીના ચાર્જ સોંપવમાં આવ્યા હોવાથી અત્યાર સુધી એક જ વિભાગ સાંભળતા કર્મચારીઓ કામના બોજ નીચે દબાયા છે.વધુમાં મોરબી મહાનગર પાલિકામાં બાગ બગીચા વિભાગના નિરંજન ભટ્ટ, લાયબ્રેરી વિભાગના લાખુભા ઝાલા, વ્યવસાય વેરા અધિકારી જગદીશભાઈ સોલંકી, પાણી પુરવઠા વિભાગના હર્ષદભાઈ કંસારા અને ટ્રાન્સપોર્ટ વિભાગના હિતેશ દવેએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રાજીનામા મુક્યા છે જેથી હવે કમિશનર કેવો નિર્ણય કરે છે તેના ઉપર દારોમદાર રહેલો છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/