મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂર વધી !!

0
66
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

હાલ એક જ દિવસમાં 282 બોટલ ઓક્સિજન વપરાયો : આજે 70 બોટલ આવી

મોરબી : હાલ મોરબીમાં કાતિલ કોરોના વિકરાળ બન્યો છે ત્યારે મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાતમાં જબરો ઉછાળો આવ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 1981 ક્યુબિક મીટર એટલે કે, 282 બોટલ ઓક્સિજન વપરાયો હતો અને આજે પણ રાજકોટથી સતત ઓક્સિજન બોટલની ગાડીઓ ફેરા કરી રહી છે.

મોરબી શહેર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં જ કોરોના વાયરસે વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે અને દરરોજ સેંકડો લોકો સંક્રમિત થઈ રહ્યા હોય મોરબીની સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે બેડ ટૂંકા પડી રહ્યા છે. ગંભીર બાબત તો એ છે કે, સંક્રમિત લોકોની શ્વસન ક્રિયા ઉપર માંઠી અસર પહોંચતા છેલ્લા બે ચાર દિવસમાં મોરબીની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત અનેકગણી વધી જવા પામી છે.

મોરબી સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.સરડવાના જણાવ્યા મુજબ ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં 24 કલાકમાં 282 બોટલ ઓક્સિજન એટલે કે 1981 ક્યુબિક મીટર ઓક્સિજન વપરાશ થયો હતો અને આજે પણ સવારે 40 બોટલની એક ગાડી આવી હતી અને હજુ સાંજ સુધીમાં 70 બોટલ ઓક્સિજન આવી રહ્યો છે. જો કે હાલ સિવિલ કે ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની કમી ન હોવાનું જાણવા મળે છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/