મોરબી: સિવિલ હોસ્પિટલમાં કોરોનાની લેબ શરૂ કરવાની માંગણી

0
56
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

સાથે મોરબી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ દૂર કરી જરૂરી સ્ટાફની ભરતી કરવાની પણ રજુઆત

મોરબી : મોરબી જિલ્લો બન્યો ત્યારે આરોગ્ય બાબતે હવે મોરબીને અન્ય જિલ્લા પર આધાર નહીં રાખવો પડે એવી સામાન્ય નાગરિકોની આશા ઠગારી નીવડી છે. હાલ કોરોનાની મહામારી વચ્ચે જિલ્લાની મુખ્ય કહી શકાય એવી હોસ્પિટલમાં કોરના લેબ. ટેસ્ટનો અભાવ જોવા મળે છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલની અસુવિધા અને સ્ટાફ ઘટને લઈને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી સહીતનાઓને રજુઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના 5 તાલુકાઓના દર્દીઓ માટે મોરબી સિવિલ હોસ્પિટલ આમ તો આશીર્વાદરૂપ સાબિત થવી જોઈએ, જો કે તેના બદલે મોરબી સિવિલ હોસ્પિટલને લઈને નાગરિકોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે. મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા અને મુસ્તાકભાઈ બ્લોચ સહિતનાઓએ આ બાબતે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યુમંત્રી- આરોગ્ય મંત્રી, જિલ્લા કલેકટર અને મોરબી-કચ્છ વિસ્તારના સાંસદને મોરબી સિવિલ હોસ્પિટલના નરોધળ તંત્ર અંગે રજુઆત કરી સત્વરે આ દિશામાં કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/