મોરબી: અંતે માજી પાલિકા પ્રમુખ કેતન વિલપરાને ટિકિટ આપતું ભાજપ : ત્રણ વોર્ડમાં ઉમેદવારો પણ બદલવામાં આવ્યા

0
165
/

મોરબી નગર પાલિકામાં સખળ-ડખળ વચ્ચે ત્રણ વોર્ડમાં ઉમેદવારો બદલ્યા : માજી પ્રમુખ લલિત કામરિયાની બાદબાકી : પ્રભુભાઈ ભૂત પણ હવે વોર્ડ નંબર આઠમાંથી લડશે

મોરબી : હાલ મોરબી નગરપાલિકાના ઉમેદવારો માટે ગઈકાલે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં અંતે ફેરફાર કરાયો છે, મોરબી નગરપાલિકાના માજી પ્રમુખ અને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા કેતન વિલપરાની બાદબાકી થઈ જતા રાતભર દોડધામ બાદ અંતે કેતન વિલપરાને વોર્ડ નંબર 10માં લડાવવા ટિકિટ આપવામાં આવી છે તો માજી પ્રમુખ લલિત કમરિયાની કન્ફ્રર્મ ટિકિટ રદ થઈ જવા પામી છે આ ઉપરાંત પણ અન્ય વોર્ડમાં ફેરફાર કરાયા છે.

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રદેશ સાથે પરામર્શ બાદ મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 5,8 તથા 10ના ઉમેદવારોમાં ફેરફાર કરાયો છે.જે અન્વયે વોર્ડ નંબર પાંચમા સંદીપભાઈ દફતરીના સ્થાને માજી પાલિકા પ્રમુખના પુત્ર કમલભાઈ રતિલાલ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.એ જ રીતે વોર્ડ નંબર 8 માં માજી પાલિકા પ્રમુખ લલિતભાઈ કામરિયાના સ્થાને વોર્ડ નંબર 10માંથી પ્રભુભાઈ ભૂતને લડાવવા નક્કી પણ કરાયું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/