શહેરને સ્વચ્છ બનાવવા માટે પાલિકાના સફાઈ અભિયાનને હાલ વેગ પકડ્યો
મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા બુધવારથી સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ અભિયાનને વધુ વેગવતું બનાવવાના પ્રયાસના ભાગરૂપે આજે અવની ચોકડી કેનાલ રોડ ઉપર સઘન સફાઈ કરવામાં આવી હતી.
મોરબી નગરપાલિકામાં નવી ચૂંટાયેલી બોડીએ શશાનધૂરા સભાળતાની સાથે જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિવિધ વિકાસના કામોની સાથે શહેરના ગંદકીના વર્ષો જુના પ્રશ્ન ઉકેલવા માટે કમર કસી છે અને ફરી શહેરને સ્વચ્છ બનાવની પેરિસ તરીકેની ઓળખ પુનઃ પ્રાપ્ત થાય તેવી નેમ સાથે મોરબી નગરપાલિકા દ્વારા ગઈકાલે સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આ સફાઈ અભિયાનને વધુ સાર્થક કરવા માટે નગરપાલિકા દ્વારા આજે પણ અવની ચીકડી કેનાલ રોડ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના હોદેદારો, સભ્યો તેમજ સફાઈ કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોએ જોડાઈને સઘન સફાઈ પણ કરી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide