આયુષ હોસ્પિટલના PMJAY યોજનાના મોટા પ્રમાણમાં ક્લેમ મામલે કલેકટર દ્વારા તપાસના આદેશ

0
230
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય યોજનાનો લાભ મેળવવા માટે તબીબોએ એક સાથે અનેક દર્દીઓની એન્જીયોપ્લાસ્ટી કરી નાખવાની ચકચારી ઘટના બાદ રાજ્યની અનેક હોસ્પિટલો શંકાના ઘેરામાં આવી ગઈ છે ત્યારે મોરબી સહિત અનેકે શહેરમાં બ્રાન્ચ ધરાવતી આયુષ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં 11,393 દર્દીઓને સારવાર આપી 34 કરોડથી વધુના ક્લેઇમ મંજુર કરવા મામલે કંઈક અજુગતું તો નથી બન્યુંને એવી આશંકાએ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ આપી જરૂર પડ્યે ગાંધીનગરથી ટીમોને તપાસ માટે બોલાવવામાં આવશે તેવું જાહેર કર્યું હતું.
મોરબીના જુના બસસ્ટેન્ડ પાસે આવેલ આયુષ હોસ્પિટલમાં એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 7786 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વિવિધ સારવાર આપી હોસ્પિટલ દ્વારા રૂપિયા 25 કરોડ 19 લાખ 49 હજાર 869ની રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું. એ જ રીતે એપ્રિલ 2024થી નવેમ્બર 2024 દરમિયાન આયુષ હોસ્પિટલ દ્વારા 3607 ક્લેઇમ કરી રૂપિયા 13 કરોડ 68 લાખ 28 હજાર 460ની રકમ મળી 20 જ મહિનાના સમયગાળામાં કુલ રૂપિયા 34 કરોડ 86 લાખ 44 હજાર 157ની રકમ મેળવી લેતા સમગ્ર મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/