બાદનપર-આમરણ ગામે ગૌવંશ ઉપર ઘાતક હુમલો : ગ્રામજનોમાં આક્રોશ

0
154
/

ગૌવંશ ઉપર હુમલો કરનાર નરાધમને શખ્સને ઝડપી લઈ કડક સજા કરવા માંગ

મોરબી : હાલ મોરબીના બાદનપર-આમરણ ગામે કોઈએ ગૌવંશ ઉપર તીક્ષીણ હથિયારો વડે હુમલો કર્યાનો બનાવ સામે આવતા ગ્રામજનોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે. આ બનાવને પગલે ગ્રામજનોએ પોલીસ સમક્ષ ગૌવંશ ઉપર ઘાતકી હુમલો કરનાર નારધમને ઝડપીને કડક સજા કરવાની માંગ ઉઠાવી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના બાદનપર-આમરણ ગામે કોઈ અજાણ્યા શખ્સોએ ગામમાં રખડતા ગૌવંશને નિશાન બનાવીને તેમના ઉપર અમાનવીય અત્યાચાર કરીને તીક્ષીણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કોઈ અજાણ્યા શખ્સોની ક્રૂરતાનો ભોગ બનેલા ગૌવંશ ઘાયલ હાલતમાં મળી આવતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ગૌપ્રેમીઓ દ્વારા ઘાયલ ગૌવંશની સારવાર માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગૌવંશ ઉપર હુમલો થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ સમક્ષ આવા નરાધમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/