મોરબી: બંગાવડી, ડેમી-2, બ્રાહ્મણી-2, મચ્છું-3 અને ઘોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થયો

0
190
/

ડેમી- 2, ડેમી-3 ડેમના ચાર-ચાર દરવાજા, બ્રાહ્મણી-2, ઘોડાધ્રોઈના ત્રણ- ત્રણ દરવાજા અને મચ્છું-3ના બે દરવાજા ખોલાયા

મોરબી : આજે સમગ્ર મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમમાં આજના વરસાદને લીધે નવા નીર આવ્યા છે. આજે ડેમમાં પાણીની સપાટી 0.23 ફૂટ વધી છે. અને ડેમ 74.70 ટકા ભરાઈ ગયો છે. જ્યારે મચ્છું-1 ડેમ 77 ટકા અને મચ્છું-3 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે.

મોરબી જિલ્લામાં સવારથી વરસાદ જામ્યો હોય તમામ ડેમોમાં નવા નીરની આવક થઇ છે. જેમાં જિલ્લાના પ્રથમ નંબરના મચ્છું-2 ડેમની વિગતો જોઈએ તો મચ્છું-2 ડેમ કુલ 33 ફૂટની સપાટી ધરાવે છે. જેમાં પાણીની સપાટી 0.23 ફૂટ વધતા હાલ સપાટી 28.81 ફૂટે પહોંચી છે. ડેમ હાલ 74.70 ટકા ભરાઈ ગયો છે. ડેમમાં 700પ ક્યુસેક સુધીની આવક નોંધાઇ છે.

મચ્છું-1 ડેમની વિગતો જોઈએ તો આ ડેમ 49 ફૂટની સપાટી ધરાવે છે. જેમાં 0.50 ફૂટની સપાટી વધતા ડેમની સપાટી હાલ 46.50 ફૂટે પહોંચી છે. ડેમ 77 ટકા ભરાયો છે. ડેમમાં હાલ 1720 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. મચ્છું-3 ડેમની વિગતો જોઈએ તો ડેમની કુલ સપાટી 27 ફૂટની છે. હાલ ડેમ ઓવરફ્લો થતા ડેમના બે દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવેલ છે.

જ્યારે બંગાવડી ડેમ 15.50 ફૂટની સપાટી ધરાવે છે. જે હાલ 0.12 મીટરથી ઓવરફલો છે. ડેમી-2 ડેમ 19.69 ફૂટની સપાટી ધરાવે છે. જે હાલ ઓવરફ્લો છે. 5984 ક્યુસેક પાણીની આવક થતા ડેમના 4 ગેટ બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમી-3 ડેમ 20 ફૂટની સપાટી ધરાવે છે. જેમાં હાલ 19 ફૂટની સપાટી છે. ડેમ 90 ટકા ભરાઈ ગયો છે. જેથી 4 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમી-1 ડેમ 23 ફૂટની સપાટી ધરાવે છે. જે ઓવરફ્લો થવામાં માત્ર 20 સેમી જ બાકી રહ્યો છે. આજે આ ડેમમાં 11 સેમિની સપાટી વધી છે.

બ્રાહ્મણી-1 ડેમ 27 ફૂટની સપાટી ધરાવે છે. હાલ પાણી 19.50 ફૂટે છે. આજે ડેમમાં 1.15 ફૂટ પાણી વધ્યું છે. ડેમ 51.50 ટકા ભરાયો છે. બ્રાહ્મણી-2 ડેમ 12.60 ફૂટની સપાટી ધરાવે છે. હાલ ડેમ ઓવરફ્લો છે. જેથી ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલીને 2400 ક્યુસેકની આવક સામે જાવક કરવામાં આવી છે. ઘોડાધ્રોઇ ડેમ 16 ફૂટની સપાટી ધરાવે છે. ડેમ ઓવરફ્લો છે. 7900 ક્યુસેક પાણીની આવક સામે 3 ગેટને દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/